યુપીમાં જૈનોના ‘લાડુ મહોત્સવ’માં વાંસનો મંચ તૂટી પડતા 8ના મોત, 50 ઘાયલ
યુપીમાં જૈનોના ‘લાડુ મહોત્સવ’માં વાંસનો મંચ તૂટી પડતા 8ના મોત, 50 ઘાયલ
Blog Article
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં મંગળવારે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બાંધવામાં આવેલ વાંસનો મંચ લોકોના વજનથી તૂટી પડતા છ લોકોના મોત થયાં હતાં અને 50થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર બારૌતમાં જૈન સમુદાયે ‘લાડુ મહોત્સવ’નું આયોજન કર્યું હતું અને સેંકડો લોકો લાડુ ચડાવવા માટે મંદિર પહોંચ્યા હતાં. ભક્તો માટે વાંસનો મંચ ઉભો કરવામાં આવ્યો હતો. લોકોના ભારથી આ મંચ ધરાશાયી થયું હતું.
બાગપત પોલીસ વડા અર્પિત વિજયવર્ગીયે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.
જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલે જણાવ્યું હતું કે સ્થાનિક જૈન સમુદાય 30 વર્ષથી દર વર્ષે ‘લાડુ મહોત્સવ’ ઉજવે છે. લાકડાનું માળખું તૂટી પડ્યું હતું અને લગભગ 40 લોકો ઘાયલ થયાં હતાં. 20 લોકોને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, અન્ય ઘાયલોની સારવાર ચાલુ કરાઈ હતી.
રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્ય ઝડપી બનાવવા આદેશ આપ્યો હતો.